Skip to main content
Settings Settings for Dark

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનને કેરીનો અન્નકુટ ધરાવાયો 

Live TV

X
  • ખેડા જિલ્લાના સ્વામિનારાયણ યાત્રાધામ વડતાલ ખાતે ભગવાનને કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલ મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ ભક્તોની ભાવના અનુસાર 1500 કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના આશીર્વાદ અને ચેરમેન દેવપ્રકાશદાસ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે તમામ કેરીનો પ્રસાદ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વહેંચવામાં આવ્યો હતો. ઓમ સેવાશ્રમ સંકુલ ઉત્તરસંડા, માતૃછાયા , જલારામ વૃદ્ધાશ્રમ, જાગૃતિ મહિલા સંગઠન આણંદ અને આનંદધામ લાંભવેલ વગેરે જગ્યાઓ પર પ્રસાદરૂપ કેરીઓ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ અને જ્ઞાનપ્રકાશ સ્વામી વિરસદવાળાના હસ્તે આપવામાં આવી હતી. વડતાલ મંદિરના પ્રવકતા અને કોઠારી સંત સ્વામીએ જણાવ્યુ હતુ કે ઉનાળાના તાપથી સ્વાસ્થ્યના રક્ષણમાં કેરી ખૂબ જ ઊપયોગી ફળ છે. આ ફળ પ્રતિવર્ષ ભગવાનને અર્પણ કરીને મોટા પ્રમાણમાં નાના માણસોને આપવાની પરંપરા છે. આ ઉપરાંત નડિયાદ સ્ટેશન રોડ ઉપર આવેલ લગભગ 500 વર્ષ જૂના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ 251 કિલો કેરીઓનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. અન્નકૂટના દર્શનનો લહાવો સ્વામિનારાયણ મંદિર વડતાલ અને નડિયાદ ભીડભંજન હનુમાન મંદિર ખાતે દર્શનાર્થીઓએ દર્શન કરી લાહ્વો લીધો હતો. અન્નકૂટ બાદ કેરીઓનો પ્રસાદ સ્વરૂપે વિવિધ સંગઠનો અને વૃદ્ધાશ્રમોમાં વહેંચવામાં આવી હતી. કહેવાય છે કે ફળોનો રાજા એટલે કેરીને ભગવાન સમક્ષ ધરાવી તે પ્રસાદ સ્વરૂપે જેવી સંગઠનો અને હોસ્પિટલો તેમજ વૃદ્ધાશ્રમમાં આપી તે પ્રસાદ ગ્રહણ કરવાથી દર્દ દૂર થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply