દ્વારકાધીશના દ્વાર દર્શનાર્થીઓ માટે 11 જૂનથી ખુલશે, સરકારી ગાઇડલાઇનનો થશે પાલન
Live TV
-
કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ સોમનાથ મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. અન્ય મંદિરોની વાત કરીએ તો પાવાગઢ, સોમનાથ, ચોટીલા મંદિર આવતીકાલથી ખુલશે. જ્યારે અંબાજી મંદિર 12 જૂનથી ખુલશે. લાંબા સમય બાદ ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે, ભાવિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. દામોદર કુંડ ખાતે પૌરાણિક રાધા દામોદર મંદિર સવારે સાડા સાત વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદમાં બપોરના સાડા ચાર વાગ્યાથી સાંજના સાડા સાત વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સરકારની ગાઇડલાઇન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે.આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં. દર્શન માટે દર્શનાર્થીઓએ ઓનલાઇન અને ઓફલાઇન પાસ લેવો ફરજીયાત રહેશે. ઓનલાઇન બુકિંગ માટે ટ્રસ્ટની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાશે.
