Skip to main content
Settings Settings for Dark

કોરોના કેસ ઘટતાં ગુજરાત સરકારે અનેક છૂટછાટો જાહેર કરી

Live TV

X
  • કોરોનાના કેરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં ગુજરાત સરકાર દ્વારા વેપાર રોજગારને ફરીથી ધમધમતા કરવા માટે આજથી અનેક છૂટછાટો આપવામાં આવી છે. અમદાવાદ સહિત 18 શહેરોમાં રાત્રિ કરફ્યુનો સમય 1 કલાક ઘટાડવામાં આવ્યો છે. હવે, રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. ખાસ કરીને તમામ વાણિજ્યીક પ્રવૃત્તિઓ માટેનો સમય પણ રાત્રે 9 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે જેના લીધે વેપાર રોજગારને વેગ મળશે. રાજ્ય સરકારે રેસ્ટોરન્ટ ને 9 વાગ્યા સુધી ખુલ્લી રાખીને ગ્રાહકોને અંદર બેસાડીને જમાડવાની છૂટ આપી છે જેથી ખાણી પીણીના વ્યવસાયિકોમાં ઉત્સાહનો માહોલ છે. લોકોની 60 ટકા હાજરી સાથે જીમ પણ શરુ કરવાની પરવાનગી આપી છે. શહેરના ગાર્ડન પણ રાત્રિના 9 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે. લગ્ન પ્રસંગોમાં 100 લોકો સુધીની છૂટછાટ તેમજ રાજકીય સામાજિક ધાર્મિક કાર્યક્રમોમાં અપાયેલી 200 લોકો સુધીની છૂટછાટ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પણ ફરી જીવંત થઇ શકશે.

    ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં આજથી રાજયના 18 શહેરને રાત્રિ કરફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply