Skip to main content
Settings Settings for Dark

ગણપતસિંહ વસાવાએ વધુને વધુ લોકો રસી લે તે માટે જાગૃત થવા અનુરોધ કર્યો

Live TV

X
  • વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ વધુને વધુ લોકો વેકસીન લે તે માટે સૌને જાગૃત થવાનો અનુરોધ કર્યો છે. આજે સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા અને પીપોદરા ગામે આયોજિત વેકસીનેશન કેમ્પની મુલાકાત પછી યોજાયેલા કાર્યક્રમમાં તેમણે આ અનુરોધ કર્યો હતો. તાજેતરમાં કીમ પાસે આવેલા પાલોદ ખાતે થયેલા અકસ્માતમાં મૃત્યૃ પામેલા ૧૫ જેટલા શ્રમિકોના પરિવારજનોને બે-બે  લાખ રૂપિયાની સહાયના ચેકો મંત્રીના હસ્તે અર્પણ કરાયા હતા.
    ગણપત  વસાવાએ  જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન જ એક માત્ર અમોઘ શસ્ત્ર છે. નિષ્ણાતોએ કોરોનાના ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરી છે ત્યારે તેના પ્રતિકારરૂપે વધુમાં વધુ લોકો વેકસીન લે તે જરૂરી છે. 

    રાજય સરકારે ૧૮ થી ૪૪ વર્ષની વય જૂથના યુવાનો માટે રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ઓન ધ સ્પોટ વેકસીનેશનનો પ્રારંભ કર્યો છે. જેનો મહત્તમ લાભ લેવાનો તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં સ્થાનિક પદાધિકારીઓ – અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply