કોરોના સંકટ વચ્ચે આજે “વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે”ની વિશ્વભરમાં ઉજવણી
Live TV
-
25મી સપ્ટેમ્બરના દિવસની “વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે” તરીકે સમગ્ર દુનિયામાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ફાર્માસીસ્ટ માટેના આ તહેવારનું આયોજન SNME કેમ્પસ, નરોડા, અમદાવાદ ખાતે આવેલ એ-વન ફાર્મસી કોલેજમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધા તેમજ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ થકી કરવામાં આવે છે.
આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફાર્માસીસ્ટ માટેના રજીસ્ટ્રેશન ની માહિતી આપતા વેબિનારનું આયોજન ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ પદે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ મોન્ટુકુમાર પટેલ અને રજિસ્ટ્રાર જશુભાઈ ચૌધરીને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ માજી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા ઓન લાઈન રંગોળી, પેઇન્ટિંગ, ફાર્મા એડ અને વકૃત્ત્વ સ્પર્ધાનું “ટ્રાન્સફોર્મિંગ ગ્લોબલ હેલ્થ” થીમ પર આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.