CM રૂપાણીએ ગુજરાત ટૂરિઝમની નવી વેબસાઇટનું કર્યું લોન્ચિંગ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના પ્રવાસન વૈવિધ્ય-ટુરિઝમને સોળે કળાએ ખિલવીને સર્વિસ સેકટરમાં વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત પાસે અપાર પ્રવાસન વૈવિધ્ય છે.
જેમાં, હેરિટેજ, પ્રાકૃતિક સૌંદર્ય, તીર્થ સ્થાનો, સફેદ રણ અને પ્રાગૈતિહાસિક વિરાસત પડેલી છે તેને વિશ્વ સમક્ષ વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવીને આવનારા દિવસો ભારતના અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસન-ટુરિઝમ એટ્રેકશન બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વ પ્રવાસન દિવસ તા. ૨૭મી સપ્ટેમ્બરે ઉજવાય છે.
તેના પૂર્વ દિવસોમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકસલન્સ એવોર્ડ-૨૦૨૦ વેબિનારના માધ્યમથી વિવિધ વિજેતાઓને અર્પણ કર્યાં હતા. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવા ઈનેશ્યેટિવ લીધા છે.
મુખ્યમંત્રીએ આ એવોર્ડ અર્પણ અન્વયે બેસ્ટ ફાઈવ સ્ટાર હોટલ, બેસ્ટ ઈન બાઉન્ડ ટુર ઓપરેટર કેટેગરી, લિડિંગ ટુરિઝમ ઈનિસ્યેટિવ બાય ડિસ્ટ્રિક્ટ તેમજ સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન ટુ ટ્રાવેલ સેક્ટરના એવોર્ડસ વિનર અને રનર અપ કેટેગરીમાં અર્પણ કર્યાં હતા. તેમણે ગુજરાત ટુરિઝમની અદ્યતન અને નાવિન્યપૂર્ણ વેબસાઈટનું લોન્ચિંગ તેમજ 'બનો સવાયા ગુજરાતી' કેમ્પઈન પણ લોન્ચ કર્યુ હતું.