માસ્ક ન પહેરેલા લોકો પાસેથી ગુજરાતમાં કુલ રુ. 52 કરોડથી વધુનો દંડ વસુલાયો
Live TV
-
કુલ 52 કરોડ પૈકી અમદાવાદમાં 7-8 કરોડ, જ્યારે સુરતમાં 2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો
ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ગુજરાત પોલીસની ભુમિકા ખુબ મહત્વની રહી છે, ફરજિયાત માસ્કના કાયદાનો અમલ કરાવવા માટે પણ પોલીસે સારી કામગીરી કરી છે. જો કે આઘાતજનક વાત એ છે કે હાલ પણ ગુજરાતીઓ માસ્ક પહેરવાની બાબતે ખુબ જ બેદરકારી દાખવે છે. જેના કારણે સ્થિતિ એવી છે કે માત્ર ચાર મહિનાના સમયગાળામાં જ ગુજરાત પોલીસે 17 લાખ 25 હજાર 877 લોકો પાસેથી રુપિયા 52 કરોડ 35 લાખ 61 હજાર 800 રૂપિયાનો દંડ વસુલ્યો છે. જે ખુબ જ મોટી રકમ છે.
પોલીસ મહાનિરીક્ષક નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે માસ્ક પહેરવુ જરુરી છે. જેમાં મો ઢાંકી શકાય તેવુ કપડુ પણ મો પર લગાવ્યું હોય તો પણ ચાલે, પરંતું ઘણા લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે ત્યારે ફરજિયાત માસ્કના નિયમના અમલીકરણ સાથે આટલી મોટી દંડની કાર્યવાહી કરી છે, ઉલ્લેખનીય છે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં કોવિડ-19ને રોકવા માટે માસ્ક, સામાજિક અંતર જાળવવુ, જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ જેવી બાબતોનો અમલ કરાવવા માટેનો ઉલ્લેખ કરાયો હતો અને નિયમોનો ભંગ કરનાર સામે ગુજરાત પેન્ડેમિક ડીસિઝ કોવિડ-19 રેગ્યુલેશન-2020, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ઇન્ડિયન પિનલ કોડ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે રુપિયા 52 કરોડ પૈકી માત્ર અમદાવાદમાં રુપિયા 7 થી 8 કરોડનો દંડ વસુલાયો છે. તો સુરત પોલીસે પણ બે કરોડથી વધારે રકમનો દંડ વસુલ્યો છે.