રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર કેર હોસ્પિટલમાં 200 બેડનું અદ્યતન કોવિડ કેર સેન્ટર શરૂં
Live TV
-
રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે પી.ડી.યુ હોસ્પિટલ ઉપરાંત વધારાની સરકાર સંચાલિત કોવિડ કેર હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર કેન્સર કેર સેન્ટર ખાતે પણ ૨૦૦ બેડની અદ્યતન સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓની કરાતી સારવાર અને હોસ્પિટલ તંત્ર દ્વારા લેવાતી સંભાળને કારણે હોસ્પિટલની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે. જેનું પ્રમાણ હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓએ આપ્યું છે. ૭૯ વર્ષના એક વૃદ્ધ દર્દીને ડાયાબિટીસ સહિતની અન્ય બીમારી હોવા છતાં તેઓ અહીં સારવાર બાદ કોરોનામુકત થયાં હતા. આ ઉપરાંત અન્ય એક મહિલા દર્દી સહિત રાજકોટના ત્રણ વરીષ્ઠ નાગરીકોએ કોરોનાની સારવાર લીધા બાદ સાજા થતાં તેઓએ હોસ્પિટલ તંત્ર પ્રત્યે આભારની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી.