Skip to main content
Settings Settings for Dark

ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરના દર્દીઓને ઇન્જેકશન સિવિલમાંથી પડતર કિંમતે મળશે

Live TV

X
  • અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસીસના દર્દીઓને ઇન્જેકશન સિવિલમાંથી પડતર કિંમતે મળશે

    કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસીસના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની સારવારમાં વપરાતા લાયોફિલાઇઝ્ડ એમ્ફોટેરિસિન - બી ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકર-માઇકોસિસના દર્દીઓને આ ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહેશે. આ ઇન્જેકશનના વિતરણ બાબતે ફોન નમ્બર  63 -57-36-54-62 પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકાશે. તેમજ ઇન્જેક્શન માટે દર્દીઓએ તેમના ડોક્યુમેન્ટેશન સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. પર મોકલવાના રહેશે. તો ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા આ માહિતીનું વેરીફીકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા લાયોફિલાઇઝ્ડ એમ્ફોટેરિસિન-બીના ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ફાળવણી અંગે ઇ-મેલથી જાણ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply