મુખ્યમંત્રીએ આઈકોનિગ બિલ્ડીંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને મંજૂરી આપી
Live TV
-
રાજ્યમાં આભને આંબતા આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણનો માર્ગ હવે વધુ સરળ થયો છે. કારણ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈકોનિગ બિલ્ડીંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને આખરી મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરોની આગળી ઓળખ ઉભી થઈ શકે તેવી સ્કાઈ રાઈઝ્ડ આઈકોનિક ઈમારતોના બાંધકામના સીજીડીઆર 2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અંતર્ગત અનેક સૂચનો મગાવ્યા હતા. તેને ધ્યાનમાં રાખી આ જાહેરનામાને આખરી મંજૂરી આપવામાં આવી છે. એટલે કે હવે 5 મહાનગરોમાં કોર્પોરેશન અને સત્તા મંડળો ગગનચૂંબી ઈમારતોને મંજૂરી આપી શકશે. મુખ્યમંત્રીએ આ જાહેરનામાને મંજૂરી આપી ગુજરાતની સિદ્ધિમાં ઉંમેરો કર્યો છે. આ સાથે જ મુખ્યમંત્રીએ વધુ 3 ફાઈનલ ટી.પી. સ્કીમ અને 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ પર પણ મંજૂરીની મહોર લગાવી છે.
