સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારી પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી
Live TV
-
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાનારી પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવી છે. પરંતુ ગ્રેજ્યુએશનના સેમિસ્ટર 6ની પરીક્ષા 20 જૂન આસપાસ યોજાય તેવા સંકેત યુનિવર્સિટીના સત્તાધીશોએ આપ્યા હતા. જ્યારે બીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝ્ડ પ્રમોશનનો લાભ મળશે. 30 હજાર વિદ્યાર્થીઓની 150 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. તો વિદ્યાર્થીઓને વધારે ટ્રાવેલિંગ ન કરવું પડે તે માટે વિદ્યાર્થીઓને તેમના રહેણાંકથી 25 કિલોમીટરની અંદર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાશે. આ અંગે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરિપત્ર પાઠવવામાં આવ્યો હતો.
