Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ધોરણ-૧ર ની બોર્ડ પરીક્ષા તારીખ ૧ જુલાઇ ર૦ર૧ થી યોજાશે

Live TV

X
  • રાજ્યમાં ધોરણ-૧ર ની બોર્ડ પરીક્ષા તારીખ ૧ જુલાઇ ર૦ર૧ થી યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    રાજ્યમાં ધોરણ-૧ર ની બોર્ડ પરીક્ષા તારીખ  ૧ જુલાઇ ર૦ર૧ થી યોજાશે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી  ઉચ્ચસ્તરીય બેઠકમાં આ  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.   જે અંતર્ગત કોરોના  ગાઇડલાઇન્સ ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે.  આ અંગે વધુ માહિતી આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યમાં કુલ ૬ લાખ ૮૩ હજાર  વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ  પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે. તો સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે.  વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તેમણે ઉમેર્યુ હતુ કે, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે  ૧ જુલાઇ ર૦ર૧ થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય સચિવ  અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ  વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ  એ. જે. શાહ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply