ખેડા: નડિયાદમાં દર્દીઓ માટે વિનામૂલ્યે HRCT ટેસ્ટ શરુ કરાયો
Live TV
-
HRCT ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓએ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જોડે લાવવાનું રહેશે
પ્રવર્તમાન કોરોના મહામારી અંતર્ગત ખેડા જિલ્લામાં પણ કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતા તેની સાથે સાથે દર્દીઓ માટેના વિવિધ આરોગ્યલક્ષી ટેસ્ટ, કોવીડ ટેસ્ટ, HRCT સીટી સ્કેનની જરૂરિયાતો ઉભી થઇ છે. આવી પરિસ્થતિમાં નડિયાદ સ્થિત સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજની સૂચનાથી તમામ કોરોના દર્દીઓ માટે ગઈકાલથી આગમી 30 જૂન સુધી HRCT ટેસ્ટ તદ્દન મફત કરી દેવામાં આવ્યો છે.
આ ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓએ તેમની સાથે ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન ફરજીયાત લાવવા જણાવ્યું છે. કોઈ દર્દીની તબિયત વધારે ખરાબ ન થાય તે માટે રવિવાર તથા રજાના દિવસે પણ આ ટેસ્ટ ચાલુ રહેશે.
આ ઉપરાંત બ્લડ ટેસ્ટ અને યુરીન ટેસ્ટ પણ નજીવા દરે કરાઈ રહ્યા છે.
