Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવી, સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનો અપાયા

    આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલનપુર શહેર અને બનાસકાંઠા જિલ્લાની કોરોનાની પરિસ્થિતિ અંગે તેમજ સ્થાનિક વહીવટી તંત્રની તૈયારીઓ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લામાં કોરોના પરિસ્થતિનો તાગ મેળવી, સ્થાનિક વહીવટી તંત્રને આ પરિસ્થિતિને કાબુમાં લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
    કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે અગાઉ મોરબી, રાજકોટ, પાટણ, જામનગર, કચ્છ, જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપયા હતા. જયારે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની મુલાકાત લીધી હતી. આવતીકાલે મુખ્યમંત્રી તેમજ કોર કમિટી ભાવનગરની મુલાકાત લેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply