ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર, નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદની શક્યાતા
Live TV
-
વરસાદના ભય વચ્ચે ખેલૈયાઓએ 7 દિવસ ગરબા ગાયા છે. 7 દિવસ ઘરબે ઘૂમી માતાની આરાધના કરી છે. પ્રથમ દિવસથી વરસાદની શક્યતાઓની વાત હતી પરંતુ 7 દિવસથી વરસાદ પડ્યો નથી પરંતુ હવામાન વિભાગે આગાબી કરી છે કે આજથી 4 દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદ પડવાની શક્યતા છે. નવસારી સુધી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે પણ હાલ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અરેબિયન સમુદ્રમાં સિસ્ટમ ડેવલપ થઈ હોવાથી વરસાદ પડવાની શક્યતા છે. સિસ્ટમને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે બીજા દિવસે સુરત તાપી નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ત્રીજા દિવસે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
આજથી ત્રીજા દિવસે તાપમાન ફરી વધવાની શક્યતા છે. અમદાવાદમાં સાંજના સમયે ક્યાંક વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં મોસમના 75% વરસાદ સાથે 25% વરસાદ વધુ નોંધવામાં આવ્યો છે. જો વરસાદ પડે તો ખેલૈયાઓ ગરબે ઘૂમવાથી વંચિત રહે જેની સાથે-સાથે નવરાત્રિના આયોજકોને પણ આર્થિક રીતે મુકસાન ભોગવવાનો વારો આવી શકે છે.