ગીર સોમનાથઃ વેરાવળ ખાતેની અતિ પ્રાચીન ગરબીનું અનેરૂ મહત્વ
Live TV
-
ગીર સોમનાથઃ વેરાવળ ખાતેની અતિ પ્રાચીન ગરબીનું અનેરૂ મહત્વ
શક્તિ અને ભક્તિનાં પર્વ એવી શારદીય નવરાત્રી પોતાના અંતિમ ચરણમાં રંગ જમાવી રહી છે. ત્યારે વેરાવળનાં મગરા ચોકમાં આવેલી 100 વર્ષની પ્રાચીન ગરબીમાં નવલા નોરતાની રમઝટ શરૂ થઈ ગઈ છે. અહીં પ્રાચીન ગરબાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લાઇવ ઓર્કેસ્ટ્રાનાં તાલે કલાકારોના સંગીતમય સુર સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે. તાલીમ બદ્ધ બાળાઓ દ્વારા સ્થાપિત ગરીબીની ફરતે ગરબા લઈને શક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં 'સર્વજ્ઞાતિ સમભાવ' તમામ હિન્દુસમાજ માટે વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે. ઘણી ખરી જ્ઞાતિ અહીં વર્ષોથી વસવાટ કરે છે. આ ચોકમાં છેલ્લા 100 થી વધુ વર્ષોથી આસો નવરાત્રી દરમ્યાન માતાજીના રૂડા ગરબા લેવાય છે. નવ દિવસ સુધી બાળાઓ અહીં ગરબે ઘૂમે છે. પરંપરાગત પ્રાચીન ગરબી અહીં યોજવામાં આવે છે. નવરાત્રી અગાઉ 15 દિવસ પહેલા બાળાઓને સિનિયર બહેનો દ્વારા તાલીમ આપવામાં આવે છે. લયબદ્ધ, શિસ્ત અને સંયમ સાથે અહીં માઁ ભગવતીની આરાધના કરવામાં આવે છે. વેરાવળમા ક્રિષ્ના ગરબી મંડળ માં પ્રાચીન ગરબા આજે પણ જીવંત છે.અહીં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં આવી છે. ખાસ કરીને નાની બાળાઓ માટે તેમજ ત્યારબાદ તમામ ખેલૈયાઓ માટે રાસ ગરબા હરીફાઇનું આયોજન કરવામાં આવે છે.
શહેરમાં સર્વશ્રેષ્ઠ પ્રાચીન ગરબી જો કોઈ હોય તો તે આ ગરબી છે. અહીં પરંપરાગત રીતે ગરબી રમવામાં આવે છે અને આજે પણ શિસ્ત બદ્ધ રીતે પ્રાચીન ગરીબીનું આયોજન થાય છે, તેનો શ્રેય આયોજકો, પૂર્વ પાલીકા પ્રમુખ કિશોર કુહાડા તથા ખારવાસમાજનાં પટેલ જીતુભાઈ કુહાડાને આપે છે. વર્ષોથી તેઓ પોતે ગરીબીમાં રસ લઈને શારીરિક,આર્થિક અને માનસિક યોગદાન આપતા રહ્યા છે. વર્તમાનમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ પ્રાચીન ગરબીને વિશેષ મહત્વ આપી રહી છે. .