રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
Live TV
-
રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ
રાજ્યમાં અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ છવાયો છે. હવામાન વિભાગના મતે આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. અરેબિયન સમુદ્રમાં સિસ્ટમ ડેવલપ થઈ હોવાથી વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે સુરત, તાપી , અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ત્રીજા દિવસે ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.