રૂપાલ પલ્લીના સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર બન્યું સજ્જ
Live TV
-
રૂપાલ પલ્લીના સંપૂર્ણ આયોજન બાબતે વહીવટી તંત્ર બન્યું સજ્જ
આજે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલની પલ્લીમાં 5 થી 7 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવશે. જેને લઇને જીલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. જીલ્લા કલેકટર દ્વારા દર્શનાર્થીઓ માટે આયોજનબદ્ધ પાર્કિંગ વ્યવસ્થા તબીબી સેવાઓ, ફાયરબ્રિગેડની ટીમ સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રૂપાલ પલ્લીમાં 5 જેટલી 108 સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. ફાયર સેફ્ટી માટે ફાયર બ્રિગેડની 4 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. સાથે જ પોલીસની ચાંપતી નજર પલ્લીની સમગ્ર યાત્રા દરમિયાન રહેશે. બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ST બસ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.