દીવઃ પોર્ટુગિઝ વખતની આ જર્જરીત માર્કેટનું કરાયું રીનોવેશન
Live TV
-
દીવઃ પોર્ટુગિઝ વખતની આ જર્જરીત માર્કેટનું કરાયું રીનોવેશન
દીવના વેપારીઓ ઘણા વર્ષોથી બંદર જેટી પર વેપાર કરતા આવ્યા છે. પોર્ટુગિઝ વખતની આ જર્જરીત માર્કેટનું દીવ પ્રશાસન દ્વારા રીનોવેશન કરી વેપારીઓને કુલ 39 દુકાનો આપવામાં આવી છે. ઘણાં સમયથી મુશ્કેલીનો સામનો કરી રહેલ વેપારીઓને માર્કેટ મળતાં વેપારીઓમાં ખુશીનો માહોલ છે. આમાંની મોટા ભાગની દુકાનો બહેનોને આપવામાં આવી છે. બહેનોએ આ પ્રસંગે કલેક્ટરને મીઠાઈ ખવડાવી હરખ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર કમ ચીફ ઓફિસર શિવમ મિશ્રા, દીવ નગર પાલિકા પ્રમુખ હેમલતા સોલંકી, ઉપ પ્રમુખ હરેશ કાપડિયા અને કાઉન્સિલરો તેમજ નગર પાલિકા કર્મચારીઓ હાજર રહ્યા હતા.