અમરેલીઃ ચલાલા ગામમાં સહકારી મંડળી દ્વારા મહિલાઓને પુરી પાડવામાં આવે છે રોજગારી
Live TV
-
અમરેલીઃ ચલાલા ગામમાં સહકારી મંડળી દ્વારા મહિલાઓને પુરી પાડવામાં આવે છે રોજગારી
વર્ષોથી અમરેલીના ચલાલા ગામમાં મહિલા દ્વારા ચલાલા જાગૃતિ મહિલા ઉદ્યોગિક ઉત્પાદન સહકારી મંડળી દ્વારા ચણીયા ચોળી, કેડીયા, કોટી ભરત કામ કરી તૈયાર કરવામાં આવે છે. જેઓ આ કામથી 35 મહિલાઓને રોજગારી પુરી પાડે છે. અને અન્ય મહિલાઓ ઘરે ભરત કામ તેમજ સિલાઈ કામ ઘરે બેઠા રોજગારી મેળવે છે. આ વર્ષે નવરાત્રી તેમજ શરદ પૂનમ સુધી આ ખરીદી ચાલુ છે. જેના લીધે મહિલાઓને સારી કમાણી થઈ રહી છે. આ વખતે રાજકોટ, ભાવનગર, અમદાવાદ તેમજ વિદેશ પણ ઓર્ડર ગયા હોવાનું પ્રમુખનું કહેવુ છે. આ મહિલાઓએ કોરોના કાળમાં કોરોના કીટ માસ્ક જેવી અલગ અલગ વેરાયટી પણ બનાવી હતી.