14 ઓક્ટોબરે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ
Live TV
-
14 ઓક્ટોબરે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસ
વિશ્વ ઇ-વેસ્ટ સ્થાપના દિવસ 14મી ઓકટોબરે છે જેથી ૧૪મી ઓક્ટોબરે ‘વર્લ્ડ ઈ-વેસ્ટ મેનેજમેન્ટ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. દેશમાં 31 ઓકટોબર સુધી સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી થઇ રહી છે. ત્યારે ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ માટે રાજ્ય સરકાર અનેકવિધ પ્રકલ્પો હાથ ધરી રહી છે. આ વર્ષે ‘પુનઃપ્રાપ્ત, રિસાયકલ અને રિવાઈવ’ ની થીમ પર વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિવસની ઉજવણી કરવામાં આવશે. ઈ-વેસ્ટ એટલે કે, ઇલેક્ટ્રોનિક કચરો, ઈ-વેસ્ટ પ્રત્યે રાજ્યભરના નાગરિકોમાં વધુ જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશયથી જન જાગ્રુતિ અર્થે વર્કશોપ, સેમિનાર, ઈ-વેસ્ટ કલેક્શન ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓ જીપીસીબી દ્વારા સતત હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત માટે ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એ પર્યાવરણ સુરક્ષાની સાથે નવા રોજગાર અને ઔદ્યોગિક તક ઉભી કરવા માટે એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. જેનાથી કુદરતી સંસાધનોનું સંવર્ધન અને પર્યાવરણના સંરક્ષણમાં પણ મદદ થશે.