ગર્ભપાત, નારકોટિક્સ તેમજ સાયકોટિપક ડ્રગ્સની દવાનું વેચાણ કરનારાઓને ત્યાં પડ્યા દરોડા
Live TV
-
ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ગર્ભપાત, નારકોટિક્સ તેમજ સાયકોટિપક ડ્રગ્સની દવાનું સોશ્યિલ સાઇટના માધ્યમથી વેચાણ કરનારા લોકો પર આજે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં રૂપિયા દોઢ કરોડથી પણ વધુની કિંમતની ગર્ભપાતની કીટ જપ્ત કરવામાં આવી હતી.
અમદાવાદ, પાલનપુર તેમજ મહેસાણામાં દરોડા પાડીને KLEEN KIT, ANTI PREG KIT અને લેબલ વગર Oxytcoin Injection નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કશિયાએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને ગુણવત્તા યુકત દવાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામા આવી રહ્યુ છે અને સમયાનુસાર આકસ્મિક દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર કામમાં સંડોવાયેલ તમામ વ્યકિતઓ સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે, તેમજ પકડાયેલ વ્યકિતઓ સામે કાયદેસરની કડકમા કડક કાર્યવાહી આદેશો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
