હવામાન વિભાગે કરી આગાહી, આગામી 5 દિવસોમાં રાજ્યમાં પડશે વરસાદ
Live TV
-
દક્ષીણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે
જૂન મહિનામાં ભીષણ ગરમી પડ્યા બાદ હવે દરેક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યાંરે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષીણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં 15 જુનની આસપાસ વરસાદ આવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
મુંબઈમાં જળબંબાકાર
ભારતના ઘણા રાજ્યોમાં વરસાદે દસ્તક આપી પણ દીધી છે. મુંબઈમાં તો વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે જન જીવન પર અસર પડી છે. રેલવેના પાટાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ લોકલના ટાઈમમાં ફેરફાર થયો હતો. સાથે જ મુંબઈમાં હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ બિહારમાં પણ વરસાદનું આગમન થયું છે.આવતા 4 દિવસમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
આવતા 4 દિવસમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
