ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં વિદેશમંત્રીએ એસ.જયશંકરે આપી હાજરી
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે ભારતની વ્યૂહાત્મક નીતિઓની સિદ્ધિઓ ગણાવી કહ્યું, પ્રતિસ્પર્ધી દેશો સાથે પણ સંબંધ સુદ્રઢ રાખવામાં ભારત સફળ રહ્યું છે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે ગાંધીનગર કેમ્પસ ખાતે ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડૉ. એસ જયશકંર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ દીક્ષાંત સમારોહ 30 ડિપ્લોમા, 85 સ્નાતકો, 169 અનુસ્નાતક, 127 અનુસ્નાતક ડિપ્લોમા અને 3 PhD પુરસ્કાર મેળવનાર 414 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાતચીતમાં ડૉ.એસ જયશંકરે અમેરિકામાં હિંદુ મંદિર પરના હુમલાની નિંદા કરતા જણાવ્યું કે, હુમલાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતીય એજન્સીઓએ અમેરિકી અધિકારીઓ પર મંદિર પર થયેલા હુમલાની ઝડપી તપાસ કરવા અને તોડફોડ કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા દબાણ કર્યું છે.