ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ "FutureChem Gujarat" સમિટના શુભારંભમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા
Live TV
-
ભરૂચમાં આયોજીત FutureCamp Gujarat સમિટને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાસાયણિક-પેટ્રોકેમિકલ ઉદ્યોગનાં ભાવીની ચર્ચા માટે આદર્શ મંચ ગણાવ્યો
ભરૂચ ખાતે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટ-FutureChem Gujarat સમિટના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકારનો લાભ ગુજરાતને છેલ્લી બે ટર્મથી મળી રહ્યું છે. પેટ્રોકેમિકલ્સ અને કેમિકલ ક્ષેત્ર પ્રધાનમંત્રીના સંક્લ્પ માટે મહત્વપૂર્ણ સાધન છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના પેટ્રોકેમિકલ માર્કેટમાં ભારત 15.58 લાખ કરોડના હિસ્સા સાથે છઠ્ઠા ક્રમે છે. તેને વર્ષ 2040 સુધીમાં 82 લાખ કરોડ સુધી લઈ જવા પ્રધાનમંત્રીના દિશદર્શન પ્રમાણે આગળ વધવાનું છે. કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ ગુજરાતના પરંપરાગત અને મહત્વના ક્ષેત્રો પૈકીનું, એક ક્ષેત્ર છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આયોજિત પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે ‘Future Chem" ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વભરના નીતિ-નિર્ધારકો, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા આ અંગે ચર્ચા કરાશે. જેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રો-કેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરાશે. આ સમિટનો ઉદ્દેશ્ય બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક તથા વેપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ રૂપિયા 34,733 કરોડના રોકાણ થવા જઇ રહ્યા છે.