Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર કેબિનેટ બેઠકમાં લેવાય મહત્વના નિર્ણય, 20 જાન્યુઆરી સુધી ચાલશે કરૂણા અભિયાન

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પતંગના દોરાથી પક્ષીઓને ઈજાગ્રસ્ત થતા બચાવવા અને તેમની સારવાર માટે 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન યોજાશે. તેમણે સવારે 9 પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા લોકોને અપીલ કરી હતી. 

    પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી ક્ષતિ સુધારણા માટે પાઈલટ પ્રોજેકટની કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરાશે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં રખડતાં 50 હજાર આખલાઓના ખસીકરણ માટે ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. 

    રાજ્યમાં 14 થી 31 જાન્યુઆરી સુધી યોજાનારા પ્રાણી કલ્યાણ પખવાડિયા અને કરૂણા અભિયાનના સફળ આયોજન માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply