ગાંધીનગર ખાતે અછતગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોની ચર્ચા મુદ્દે બેઠક યોજાઈ
Live TV
-
અસરગ્રસ્ત વિસ્તારમાંથી મુખ્યમંત્રીને આવેલી અનેક રજૂઆતો પૈકી અછતગ્રસ્ત વિસ્તારોને લઈ ચર્ચા-વિચારણા કરી અનેક નિર્ણયો લેવાયા
ગાંધીનગર ખાતે આજે અછતગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોની ચર્ચા મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારમાંથી મુખ્યમંત્રીને આવેલી અનેક રજૂઆતો પૈકી અછતગ્રસ્ત વિસ્તારોને લઈ ચર્ચા-વિચારણા કરી અનેક નિર્ણયો લેવાયા હતા. મહેસુલ મંત્રી કૌશિક પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યુ કે રાજ્યના 16 તાલુકામાં સૌથી વધુ ઘાસચારો કચ્છમાં મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધી 2 કરોડ 33 લાખ કીલો ઘાસ કચ્છમાં મોકલાયુ છે. ઉપરાંત કચ્છમાં રોજગારીના કામો પણ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે અછતગ્રસ્ત જાહેર કરાયેલા તમામ જિલ્લાઓને 150 દિવસની રોજગારી અપાશે અને પરિસ્થિતિ યોગ્ય નહિં હોય ત્યાં ચોક્કસ મદદ કરાવા અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
