અમદાવાદના વસ્ત્રાપુરમાં ઠગ પતિ-પત્ની વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ
Live TV
-
અમદાવાદના વસ્ત્રાપુરમાં વિનય શાહ તેમજ તેમના પત્ની ભાર્ગવી શાહે નાગરિકો સાથે 260 કરોડની છેતરપિંડી કરી
અમદાવાદના વસ્ત્રાપુરમાં વિનય શાહ તેમજ તેમના પત્ની ભાર્ગવી શાહે નાગરિકો સાથે 260 કરોડની છેતરપિંડી કરી હતી. ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાના નામે મોટું કૌભાંડ આચરીને નાસી ગયેલા કૌભાંડી વિનય શાહ સામે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર જે.કે. ભટ્ટે ઘી કાંટા કોર્ટમાં બદનક્ષીનો દાવો નોંધાવ્યો હતો. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવીએ શહેરના થલતેજ વિસ્તારમાં પોતાની ઓફિસ ખોલી હતી અને ત્યાંથી તેઓ ઠગાઈનો મોટો કારોબાર ચલાવતાં હતાં. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ કૌંભાડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી નેતા અને પત્રકારો પર પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આક્ષેપને ફગાવતા જે.કે.ભટ્ટે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી.
