Skip to main content
Settings Settings for Dark

જન જીવન શાંતિ અને સલામતી માટે મુખ્યમંત્રીએ નાસતા ફરતા આરોપીઓને ઝડપવા આપ્યા આદેશ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં 21000 થી વધુ નાસતા ફરતા આરોપીઓને સઘન ઝુંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના

    ગુજરાતમાં નાગરિક જન જીવન શાંતિ અને સલામતી માટે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં 21000 થી વધુ નાસતા ફરતા આરોપીઓને સઘન ઝુંબેશ હાથ ધરી પકડી પાડવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે. આ અનુસાર નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમ્યાન આવા આરોપીઓને શોધી કાઢવા જિલ્લાવાર ટિમ બનાવવામાં આવશે. હાલની વ્યવસ્થામાં એસ.પી એલ સી બી રેંજ આર આર સ્કવોર્ડ એ ટી એસ અને સ્ટેટ ક્રાઇમ દ્વારા મોબાઈલ લોકેશન સી સી ટીવી નેટવર્ક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવશે. આ કામગીરીની રાજ્યના ડી.જી.પી કક્ષાએ ત્રિમાસીક સમીક્ષા પણ હાથ ધરવાની સુચના મુખ્યમંત્રી એ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply