રાજકોટ એરપોર્ટ ખાતે પોલીસના જવાનોએ મોકડ્રિલ યોજી
Live TV
-
રાજકોટ એરપોર્ટ ખાતે આતંકીઓએ વિમાનમાં ઘૂસી તેને હાઇજેકના પ્રયાસો કરે તો તંત્ર કેટલું સજાગ છે તે માટે મોકડ્રીલ યોજવામાં આવી
રાજકોટ એરપોર્ટ ખાતે આતંકીઓએ વિમાનમાં ઘૂસી તેને હાઇજેકના પ્રયાસો કરે તો તંત્ર કેટલું સજાગ છે તે માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં પોલીસના જવાનોએ આ સ્થિતિમાં પ્રવાસીઓને કેવી રીતે બચાવવા અને આંતકીઓનો કેવી રીતે સામનો કરવો તે અંગે પ્રેક્ટીકલ ઓપરેશન હાથ ધર્યું હતું. મોકડ્રિલ દરમિયાન બચાવ કામગીરીના દિલઘડક દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બે આતંકીઓને ઝડપી લીધા હતા અને એકને ઠાર કરવામાં આવ્યો હતો. અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકડ્રિલનું આયોજન કરી તંત્રને તો એલર્ટમાં રાખવામાં આવે છે પરંતુ તેની સાથોસાથ પ્રજાને પણ જાગૃત કરાય છે. કેમ કે આવી સ્થિતિમાં મોટાભાગે શું શું પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે તે તંત્ર અને પ્રજાને ખબર નથી હોતી તો સમય આવ્યે શું કરવું તેના માટે પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. શહેરના વિવિધ સ્થળે ભીડભાડવાળી જગ્યા બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ, એરપોર્ટ ખાતે મોકડ્રીલ સમયાંતરે ચાલુ જ હોય છે. પણ ખરેખર આવુ કંઇ થાય ત્યારે તંત્ર કેટલુ સક્ષમ છે તે તો સમય આવ્યે જ ખબર પડે.
