ગાંધીનગર : માહિતી નિયામક કચેરીની વિવિધ સંવર્ગની ભરતી માટેની પ્રિલિમિનરી પરીક્ષા યોજાઇ
Live TV
-
ગાંધીનગર ખાતે આજે માહિતી ખાતાની વિવિધ સંવર્ગની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે પરીક્ષા યોજાઈ છે. વર્ગ ૧-૨-૩ની અંદાજે ૧૦૦ જગ્યા માટે પરીક્ષા યોજાઇ છે.૧૦૦ જગ્યાઓ માટે ૮ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. માહિતી વિભાગમાં અધિકારી તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારો રાજ્યના આઠ મહાનગરપાલિકા સહિત મહેસાણા અને દાહોદ ખાતે પણ પરીક્ષા આપી રહ્યા છે. કોરોનાની બીજી લહેર મંદ પડી છે ત્યારે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
