ગીરના જંગલમાં થતા સિંહોના મોત મામલે વન વિભાગનો ખુલાસો
Live TV
-
ગીરના જંગલમાં થતા સિંહોના મોત મામલે વન વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. વન વિભાગના વન્ય પ્રાણી વર્તુળના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ જણાવ્યુ કે, તેમને કોઇપણ સત્તાવાર કથિત અહેવાલ મળ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે વન વિભાગે એક પણ સિંહના મોતને છુપાવેલ નથી. તેમણે જણાવ્યું હતું કે, જે સિંહોના મોત થયા છે તે કોઈ રોગના કારણે નથી થયા. તે કોઈ અલગ અલગ સમયે અલગ અલગ કારણે થયા છે. જેમાં મોટાભાગના મોત ઇન્ફાઇટ, વૃદ્ધાવસ્થા, કુવામાં પડી જવાના કારણે તેમજ અકસ્માતમાં થયા છે. તેમણે જણાવ્યું હતું કે, તે છતાં અમેરિકા થી સી.ડી.વી. ના ૧૦૦૦ જેટલી વેકસીન પણ મંગાવવામાં આવી છે તે જે પિંજરામાં સિંહો હશે તેને આપવામાં આવશે. ત્યારે ગીરમાં સિંહોમાં ફરીથી રસીકરણ માટે વન વિભાગે કવાયત શરુ કરી છે.