ગીર સોમનાથ જીલ્લામાં તાઉ'તે વાવાઝોડા વખતે સ્થળાંતરીત કરાયેલા લોકોને રોકડ સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો
Live TV
-
ગીર સોમનાથ જીલ્લામાં તાઉ'તે વાવાઝોડા વખતે સ્થળાંતરીત કરાયેલા લોકોને રોકડ સહાય ચુકવવાનો નિર્ણય લેવાયો છે. ઊના શહેર અને ઊના તાલુકા તેમજ ગીરગઢડા અને કોડીનાર સહિત સમગ્ર જિલ્લામાં 32 હજાર 548 લોકોને પ્રતિદીન રૂ.100 અને બાળકદીઠ રૂ.60 સ્થળાંતરના કિસ્સામાં મળવા પાત્ર થશે. વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરીને આ લાભ છેવાડાના લોકો કે જે સ્થળાંતરિત થયા હતા તેઓએ મળ્યો છે. અત્યારસુધિમાં 31 હજાર 554 લોકોને 1કરોડ 78 લાખ રૂપિયા તેમના ઘરે જઇને ચૂકવી દેવામાં આવ્યા છે. બાકીના 1000 લોકોને પણ આવતીકાલ સુધીમાં ચૂકવી દેવાશે.
