CM રૂપાણીએ રિવરફ્રન્ટ ફેઝ-2 નું કર્યું ઈ-ખાતમૂર્હુત
Live TV
-
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઇઝ-2ના વિકાસ કામોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત હાલના તબક્કામાં ફેઇઝ-1 કાર્યરત છે. જેમાં ઉસ્માનપુરા પાર્ક, શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, ચિલ્ડ્રન પાર્ક તથા અર્બન જંગલ તરીકે ઓળખાતું બાયો ડાયવર્સીટી પાર્ક લોકો માટે ઉપલબ્ધ છે. ત્યારે લોકોની સુવિધામાં વધારો કરવા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ફેઇઝ-1 પછી ફેઇઝ-2ની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ધરાઈ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિલોમીટરની લંબાઈમાં રિવરફ્રન્ટના વિકાસ કામોનું વર્ચુઅલી ખાતમુહૂર્ત કરાયું હતું..આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યાં માનવી ત્યાં સુવિધાના સૂત્ર સાથે સરકાર કામ કરી રહી છે. અને ઉત્તમથી ઉત્તમ ગુજરાત બનાવવા તરફ રાજ્ય સરકાર સતત આગળી વધી રહી છે. મુખ્યમંત્રીએ રૂપિયા 585 કરોડના અમદાવાદ શહેરના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આજે તેમણે નવી ઈલેક્ટ્રીક બસોને પણ જનતા માટે ખૂલ્લી મૂકી હતી.
