ગીર સોમનાથ - 200 જેટલા ગોળ બનાવવાના રાબડા શરૂ કરાયા
Live TV
-
ખેડૂતોને રાબડા માલિકો એક ટન શેરડીના 1900 રૂપિયા ચુકવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામા 200 જેટલા ગોળ બનાવવાના રાબડા ચાલુ થયા છે.સુગર મિલ બંધ થયા બાદ ગીર વિસ્તારમાં શેરડી પિલવા માટે રાબડા શરૂ કરવામાં આવ્યા છે.વર્તમાન સમયમાં ગોળનો ભાવ એક મણના 550 રૂપિયા છે.તો ખેડૂતોને રાબડા માલિકો એક ટન શેરડીના 1900 રૂપિયા ચુકવી રહ્યા છે.ખેડૂતોના કહેવા મુજબ શુગર મિલો બંધ હોવાને કારણે, રાબડા માલિકોને ન છૂટકે શેરડી વેચવી પડે છે.રાબડા માલિકના કહેવા મુજબ, અમે લોકોને સારા આરોગ્યપ્રદ ગોળ મળી રહે તે માટે કામ કરી રહ્યા છે.માર્કેટમાં બહારના અન્ય ગોળને કારણે ખેડૂતોને પુરતો ભાવ આપી શકાતો નથી.
