Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ યોગ દિવસની શુભેચ્છા પાઠવી

Live TV

X
  • આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસે વિશ્વભરમાં લોકો યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે કેટલાક મંત્રીઓ પણ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં પણ યોગ દિવસનજી ઉજવણી પુરા ઉલાસ તેમજ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત વાસીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જઇને આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરી છે. કોરોના જેવી મહામારીમાં લોકોને યોગનું મહત્વ સમજાયું છે. યોગ તેમજ પ્રાણાયમથી માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે. તે કોરોનાની બિમારીમાં સપડાયેલા લોકોએ યોગ કરીને અનુભવ કર્યો છે. ગુજરાત રાજ્યમાં યોગનું મહત્વ દિવસે દિવસે વધી રહ્યું છે.કોરોનાના સમયમાં લોકો યોગ, પ્રાણાયમ, સૂર્યનમસ્કાર કરીને પોતાની તંદુરસ્તીને વધારી રહ્યાં છે.

    નાયબ મુખ્યમંત્રીએ પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી તેમજ ટ્વિટરના માધ્યમથી યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી. અને એક સંદેશ આપ્યો હતો કે, યોગ એટલે શરીર ચેતનાને વૈશ્વિક ચેતના સાથે એકકાર કરવાની ઋષિ પરંપરા છે. તેમણે લખ્યું છે કે, યોગ થી તન અને મનને સ્વચ્છ અને નિરોગી કરી સુખ શાંતિનો અનુભવ કરીએ તેમજ આપણી યોગ પરંપરાને જીવંત રાખીએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply