ગુજરાતમાં આજથી વોક-થ્રુ વેક્સિનેશનનો કરાયો પ્રારંભ
Live TV
-
રાજકોટ શહેરમાં આજથી પ્રારંભિક તબક્કે 21 આરોગ્ય કેન્દ્ર પર વોક-થ્રુ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો
ગુજરાતમાં આજથી વોક-થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં આજથી પ્રારંભિક તબક્કે 21 આરોગ્ય કેન્દ્ર પર વોક-થ્રુ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જુદા જુદા આરોગ્ય કેન્દ્ર પર જુદા જુદા પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા વોક-થ્રુ વેક્સિનેશન દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં મેયર પ્રદીપ દવે જણાવ્યું હતું કે, રાજકોટમાં 100% વ્યક્તિઓનું વેક્સિનેશન થાય તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં રાજકોટ સમગ્ર ગુજરાતભરમાં ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. આગામી દિવસોમાં રાજકોટ ચોથા નંબરના સ્થાનેથી પ્રથમ નંબરનું સ્થાન મેળવે તે બાબતે મહાનગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવશે.
