Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક ભરતીની મહત્ત્વની જાહેરાત કરી

Live TV

X
  • કુલ 1200 જગ્યાઓ પર ભરતી કરાશે

    ગુજરાતના શિક્ષણ વિભાગે શિક્ષક ભરતીની રાહ જોનારા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતીની મહત્ત્વની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓમાં કુલ 3517 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. સરકારી શાળાની જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની જગ્યા 2317 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

    કુલ 1200 જગ્યાઓ પર ભરતી કરાશે

    આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. રાજયના શિક્ષણ વિભાગે માધ્યમિક ભરતીની જાહેરાત કરાતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યનાં શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. જેમાં માધ્યમિક શાળાઓ માટે કુલ 3517 શિક્ષકો માટે ભરતી જાહેર કરી છે. જેમાં સરકારી શાળામાં 1200 શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાઓમાં 2317 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સરકારી શાળામાં ગુજરાતી માધ્યમ માટે 1196, અંગ્રેજી માધ્યમ માટે ચાર સહિત કુલ 1200 જગ્યાઓ પર ભરતી કરાશે.

    15મી નવેમ્બર 2024 નાં રાતે 23.59 સુધી ફોર્મ ભરી શકશે

    જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2258, અંગ્રેજી માધ્યમમાં 56, હિન્દી માધ્યમ માટે ત્રણ સહિત કુલ 2317 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારો 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 નાં રાતે 23.59 સુધી ફોર્મ ભરી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply