નવસારીમાં બીલીમોરાઓએ પ્રાચીન અને અર્વાચીનનો સમનવય કરીને ગરબાનું આયોજન કર્યું
Live TV
-
મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓનો આનંદ બેવડાયો થયો
સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા પ્રચલિત છે. નવરાત્રિમાં ગરબે ઘૂમવા મહિલાઓ સહિત નાના-મોટા કે વૃદ્ધ નવ દિવસ ગરબા રમવા માટે થનગનતા હોય છે. ત્યારે વિઘ્નહર્તા યુવક મંડળ બીલીમોરા આયોજીત LMP ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામજી મંદિરનાં સથવારે બીલીમોરા વાસીઓ પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં બાળાઓ, ખેલૈયાઓ થનગનાટ સાથે રમઝટ બોલાવી છે.
મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓનો આનંદ બેવડાયો થયો
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં શ્રી રામજી મંદિરનાં સથવારે વિઘ્નહર્તા યુવક મંડળ બીલીમોરા આયોજીત LMP ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામજી મંદિરનાં વિકાસ અર્થે સુંદર થીમ સાથે વ્યવસ્થાઓથી સજ્જ ભવ્ય આયોજનમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા હતાં. મેઘરાજાએ ખમૈયા કરતા ખેલૈયાઓનો આનંદ બેવડાયો થયો હતો. ગરબાઓમાં ખેલૈયાઓ પોતાના મનપસંદ સ્ટેપ રમીને રાસ-ગરબા રમી રહ્યા છે. નાના બાળકોથી લઇને વડીલો સુધી આદ્ય શકિતની આરાધનના પર્વ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. કોઇએ મેચિંગ કપડાં, તો કેટલાક યુવાઓએ પરંપરાગત પહેરવેશ પાઘડી પહેરીને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા હતાં. ત્યારે પરંપરાગત એક તાળી, બે તાળી, ત્રણ તાળી અને દોઢીયાના તાલે ગરબાની રમઝટ જામી રહી છે. પ્રાચીન અને અર્વાચીન પ્રકારના ગરબાના તાલે રમાતા ગરબાનું મહત્વ આજે પણ અકબંધ રહ્યાનું જોવા મળે છે.