ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની નેમમાં અરવિંદ સ્થાપશે 3 નવી સુવિધા
Live TV
-
ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની નેમમાં અરવિંદ મિલ્સ દ્વારા ગુજરાતમાં 350 કરોડના રોકાણ સાથે નવી 3 સુવિધાઓની સ્થાપના મહત્વપૂર્ણ બનશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આ સુવિધાથી 12 હજાર જેટલા રોજગાર અવસર અને તેમાં પણ ખાસ કરી મહિલા રોજગારી ઉભી થશે.
ઉપરાંત તાલીમ તથા ડોરમેટ્રી સપોર્ટ પણ મળશે. રાજય સરકાર નવી ગારમેન્ટ પોલીસીમાં 5 વર્ષમાં 10 લાખ રોજગાર અવસર સાથે 1 લાખ કરોડના રોકાણોનો લક્ષ્યાંક ધરાવે છે. તેમાં આ નવી સુવિધાઓ વેગ લાવશે.
આ 3 સુવિધાઓમાંથી બે અમદાવાદના બાવળામાં છે. મુખ્યમંત્રીએ આ નવતર અભિગમથી રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માટે અરવિંદ લિમિટેડની સરાહના કરી હતી.
