ગુજરાતમાંથી 168 ટ્રેનો દ્વારા બે લાખ શ્રમિકોને તેમના વતન પહોંચાડવામાં આવ્યા : અશ્વિનીકુમાર
Live TV
-
જ્યારે આજે વધારાની ૫૬ ટ્રેન અન્ય રાજ્યો માટે રવાના થશે. જેમાંથી સૌથી વધુ ટ્રેન ઉત્તર પ્રદેશ માટે, પાંચ ટ્રેન મધ્યપ્રદેશ માટે, ૩ ટ્રેન ઓડીશા અને બિહાર માટે, તેમજ એક એક ટ્રેન છતીસગઢ અને ઝારખંડ માટે રવાના થશે
ગુજરાતમાંથી પરપ્રાંતિયોની તેમના વતનમાં વાપસીની પ્રક્રિયા સતત ચાલુ છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં રેલવે દ્વારા અત્યાર સુધીમાં 347 ટ્રેન ચલાવવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ 168 ટ્રેન ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં માટે ચાલી છે અને જેમાં બે લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે આજે વધારાની ૫૬ ટ્રેન અન્ય રાજ્યો માટે રવાના થશે. જેમાંથી સૌથી વધુ ટ્રેન ઉત્તર પ્રદેશ માટે, પાંચ ટ્રેન મધ્યપ્રદેશ માટે, ૩ ટ્રેન ઓડીશા અને બિહાર માટે, તેમજ એક એક ટ્રેન છતીસગઢ અને ઝારખંડ માટે રવાના થશે. તો દરેક શ્રમિકને ફુડ પેકેટ,પાણી ,માસ્ક અને સેનીટાઇઝર જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.