ગુજરાતમાં આજે કોરોનાનાં 352 નવા કેસ નોંધાયા, 4 દર્દીના મૃત્યુ તો 1006 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે 15 જૂનનાં રોજ કોરોનાના 352 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1 હજાર 6 દર્દીઓ સાજા થયા છે. આજે કોરોનાથી 4 લોકોના મોત નીપજ્યા છે. જો કો કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 97.70 ટકા નોંધાયો છે. આજે કુલ 2 લાખ 63 હજાર 630 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. વિવિધ શહેરોમાં કોરોનાના આંકડા જોઈએ તો સુરતમાં 71 કેસ, અમદાવાદમાં 49, વડોદરામાં 50, રાજકોટમાં 25, જૂનાગઢમાં 13, ગાંધીનગરમાં 11, અમરેલીમાં 10, ભરૂચમાં 10, ખેડામાં 12, ગીર સોમનાથમાં 12, પોરબંદરમાં 13 જ્યારે જામનગરમાં 8 કેસ નોંધાયા છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મોરબી, નર્મદા અને તાપીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
