Skip to main content
Settings Settings for Dark

મહેસાણા APMC ખાતે શ્રમિકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઇ-નિર્માણ અને યુ-વિન કાર્ડ નિઃશુલ્ક અપાયા

Live TV

X
  • ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે શ્રમિકોના હકો અને સરકારી યોજનાના લાભ સીધા જ તેમને મળી રહે માટે ખાસ પ્રકારે ઇ-નિર્માણ કાર્ડનું આયોજન કર્યું છે

    દેશ અને દુનિયામાં લાખો શ્રમિકો પોતાના શ્રમ થકી રાષ્ટ્ર કે રાજ્યની રોજિંદી કામગીરીમાં પાયાનું યોગદાન પૂરું પાડે છે ત્યારે શ્રમિકો માટે આજે ભારતમાં પહેલીવાર ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે શ્રમિકોના હકો અને સરકારી યોજનાના લાભ સીધા જ તેમને મળી રહે માટે ખાસ પ્રકારે ઇ-નિર્માણ કાર્ડનું આયોજન કર્યું છે જ્યારે સંગઠિત કામદારોના લાભ માટે યુ-વિન કાર્ડનું આયોજન કરાયું છે

    રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના આ ઇ-નિર્માણ કાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા ખાતે CSC દ્વારા શ્રમિકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન નિઃશુલ્ક ઇ-નિર્માણ કાર્ડ અને યુ-વિન કાર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહેસાણા APMC ખાતે સાંસદ શારદાબેન પટેલના હસ્તે APMCમાં કામ કરતા શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ આપી જિલ્લામાં શ્રમિકો માટેના આ કાર્ડ વિતરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. હાલ કોરોનાની મહામરીની સ્થિતિને લઈ સ્થળ પર ગણતરીના શ્રમિકોને ઇ-નિર્માણ કાર્ડ વિતરણ કરાયા છે જ્યારે CSC ટીમ દ્વારા ગામડાઓમાં જઈને દરેક શ્રમિકના નામની નોંધણી કરી તેમને નિઃશુલ્ક ઇ-નિર્માણ કાર્ડ આપવામાં આવશે 

    શું છે ઇ-નિર્માણ કાર્ડ અને યુ-વિન કાર્ડ  ?

    ઇ-નિર્માણ કાર્ડ અને યુ-વિન કાર્ડ થકી શ્રમિકોને સરકાર દ્વારા મળતા તમામ યોજનાના લાભો સીધા જ તેમને મળતા થશે. સાથે જ આર્થિક સહાય પણ તેમને ઓનલાઈન સીધી જ પ્રાપ્ત થશે જેથી કચેરીઓના ધક્કા કે દસ્તાવેજી કામગીરી માંથી તેમને મુક્તિ મળશે અને પોતાના શ્રમ કામના સમયનો સદુપયોગ કરી શકશે. સરકારના ઇ-નિર્માણ કાર્ડને લઈ શ્રમિકોને થતા ફાયદા જોતા શ્રમિકોએ સરકારનો આભાર માની ખુશી વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply