Skip to main content
Settings Settings for Dark

નવસારીના વાંઝણા ગામની પાટીદાર દીકરીની અમેરિકન નેવી ફોર્સમાં નિમણૂંક

Live TV

X
  • અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ US નેવીમાં નિમણૂંક પામીને નવસારી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

    અમેરિકાના મિસિસિપીમાં વસતા ગુજરાતી પરિવારની દીકરીએ US નેવીમાં નિમણૂંક પામીને નવસારી સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મિસિસિપીમાં પોતાના નાના-નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી ચીખલીની પાટીદાર સમાજની પુત્રી નૈત્રી પટેલ આજે US નેવીમાં પસંદગી પામતાં સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે. 

    અમેરિકાને કર્મભૂમિ બનાવનારા ગુજરાતીઓ હવે ત્યાં પણ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાનો ડંકો બજાવી રહ્યા છે. ચીખલીના વાંઝણા ગામની નૈત્રી પટેલ પણ અમેરિકાના મિસિસિપી ખાતે રહેતા પોતાના નાના અને નાનીના ઘરે ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. નૈત્રી પટેલે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ US નેવીમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. દુનિયાભરમાં સૌથી સખત ગણાતી US નેવીની ટ્રેનિંગ અને તેમાં પણ યુવતી હોવાને કારણે શરૂઆતમાં આ નૈત્રીના પરીવારને પુત્રીના નિર્ણય પર થોડી શંકા હતી. પરંતુ ઉત્સાહ અને અદમ્ય સાહસની પાંખો સાથે નૈત્રી પટેલે શિકાગો ખાતેના નેવલ બેઝ ટ્રેનિંગ સેન્ટરમાં 10 અઠવાડિયાની ટ્રેનિંગમાંથી પસાર થયા બાદ યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવી છે. નૈત્રીની આ સફળતા પર અમેરિકામાં વસતા ગુજરાતીઓએ પણ અભિનંદન આપતા આનંદ વ્યકત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply