Skip to main content
Settings Settings for Dark

આણંદઃ તારાપુરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 10 લોકોનાં મોત, સરકાર મૃતકોના પરીવારને સહાય કરશે

Live TV

X
  • આજે વહેલી સવારે આણંદ જિલ્લાના તારાપુરની ઈન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી પાસે ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

    આજે વહેલી સવારે આણંદ જિલ્લાના તારાપુરની ઈન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી પાસે ઈકો કાર અને ટ્રક સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 10 લોકોનાં મોત થયા છે. GJ 10 VT 0409 નંબરની ઈકો કાર તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક બાળકીનું પણ મોત થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ઘટનાની જાણકારી મળ્યા બાદ તે તુરંત ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

    આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ભોગ બનેલા લોકોને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી હતી. સાથે જ મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યુ છે કે, આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરીવારજનોને યોગ્ય સહાય રાજ્ય સરકાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply