ભરુચઃ કોરોનાથી માનસિક તણાવમાં આવેલ વિદ્યાર્થીઓ, વાલીઓ માટે ઓનલાઈન કાઉન્સિલિંગ સેન્ટર કાર્યરત
Live TV
-
અંકલેશ્વરના BRC ભવન ખાતે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમને કોરોના થયો હતો અથવા જેમને કોરોનાથી માનસિક તણાવ (ડિપ્રેશન)નો અનુભવ થતો હોય તેમના માટે "હમ હોંગે કામિયાબ - પોઝટિવીટી અનલિમિટેડ" નામનું ઓનલાઈન કાઉન્સિલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ઘણા લોકોના જીવનને અસર પહોંચી છે. કેટલાક ક્ષેત્રના લોકો માટે કોરોના પહેલાં જે જીવનપ્રવાહ વહેતો હતો તે હાલ થોભી ગયો છે જેનાથી આવા લોકોને ઘણી માનસિક અસરો થઈ છે. કેટલાક લોકો કોરોના ડરથી પણ ડિપ્રેશનમાં આવી જાય છે. આવા લોકો માટે અંકલેશ્વરના BRC ભવન ખાતે "હમ હોંગે કામિયાબ - પોઝટિવીટી અનલિમિટેડ" નામનું ઓનલાઈન કાઉન્સિલિંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે. આ સેન્ટર ખાતે મનોચિકિત્સક તબીબો અને કોરોનાને હરાવીને આવેલા શિક્ષકો માનસિક તણાવમાં આવેલા કોરોનાગ્રસ્ત શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને વીડિયો કોલિંગના માધ્યમથી ઓનલાઈન માર્ગદર્શન આપે છે અને મનોબળ વધારી જીવનને ફરી પાછું ધબકતું કરવા પ્રેરણા આપી રહ્યા છે.
"હમ હોંગે કામિયાબ - પોઝટિવીટી અનલિમિટેડ" સેન્ટર ખાતે અત્યાર સુધી 1925 લોકોએ માર્ગદર્શન મેળવ્યુ છે. આ સેન્ટરમાં વિડ્યો ક્લિપ અને ઓડિયો ક્લિપ વડે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને હકારાત્મક ઉર્જાથી શિક્ષણ અને સમાજને કોરોના સામે લડવામાં મનોબળ પુરુ પાડવામાં આવે છે.