ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,333 પોઝિટિવ કેસ નોંધાયા
Live TV
-
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 7,75,758 લોકો સાજા થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 26,232 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 425 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 25780 સ્ટેબલ છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં 1,333 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 18 દર્દીનું મૃત્યુ થયેલ છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 9,873એ પહોંચ્યો છે. જ્યારે 4098 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર વધીને 95.55 ટકાએ પહોંચ્યો છે. તેમજ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 1,72,901 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા આ પ્રમાણે છે. અમદાવાદ કોર્પોરેશન 224, સુરત કોર્પોરેશન 102, વડોદરા કોર્પોરેશન 144, રાજકોટ કોર્પોરેશન 83, વડોદરા 81, કચ્છ 29, ગાંધીનગર 07, સુરત 75, રાજકોટ 33, અમરેલી 29, ખેડા 26, ભરૂચ 28, ગાંધીનગર કોર્પોરેશન 09, જામનગર કોર્પોરેશન 32, જુનાગઢ કોર્પોરેશન 17, સાબરકાંઠા 27, મોરબી 3, જુનાગઢ 63, ગીર સોમનાથ 27, મહીસાગર 16 કેસ સામે આવ્યા છે.
