Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નવ ઓક્સિજન પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઇ-લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે તા. ૦૩ જૂન, ૨૦૨૧ના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિડીયો દ્વારા નિર્મિત ગુજરાતમાં નવ ઓક્સિજન પ્લાન્ટનો સવારે ૧૦.૪૫ કલાકે વિડીયો કોન્ફરન્સથી ઇ-પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. જ્યારે વિવિધ સ્થળોએથી પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી અને સાંસદશ્રી સી. આર. પાટીલ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહારાજ તેમજ સાંસદ સર્વેશ્રીઓ ગીતાબેન રાઠવા, મનસુખભાઇ વસાવા, પૂનમબેન માડમ, હસમુખભાઇ પટેલ, કિરીટભાઇ સોલંકી, શારદાબેન પટેલ, રમેશભાઇ ધડુક, દેવુસિંહ ચૌહાણ, અમદાવાદ મેયરશ્રી કિરીટભાઇ પરમાર સહિત પદાધિકારીઓ ઇ-માધ્યમથી ઉપસ્થિત રહેશે. 
    અત્રે ઉલ્લેખનીય છે કે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન-VYO દ્વારા ગુજરાતના તિલકવાડા, સાગબારા, સોલા-અમદાવાદ, દસક્રોઇ-અમદાવાદ, કાલાવાડ-જામનગર, કપડવંજ, મહેસાણા, ભાણવડ-દ્વારકા અને પોરબંદર એમ કુલ નવ શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply