Skip to main content
Settings Settings for Dark

ભાવનગરના મહુવા તાલુકામાં દીપડાના હુમલામાં વૃદ્ધનું મોત

Live TV

X
  • મહુવા પંથકમાં રાની પશુઓ દ્વારા અનેક હુમલાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે ત્યારે આજે પઢીયારકા ગામે વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે આ બનાવ અંગે વનવિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે વારંવાર રાની પશુઓના હુમલાની ઘટનાથી આ પંથકમાં ફફડાટ ફેલાયો છે.

    ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ગામે આજે વહેલી સવારે કુદરતી હાજતે ગયેલા એક વૃદ્ધને દીપડાએ હુમલો કરી ફાડી ખાતા મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. મહુવા અને જેસર પંથકમાં છેલ્લા ઘણા સમયથી વન્ય પ્રાણીઓના આટાફેરા વધી રહ્યા છે. જેમાં માલધારીઓને માલઢોરને ફાડી ખાવાની અનેક ઘટનાઓ બની છે તેમજ માનવ પર હુમલાની ઘટનાઓ પણ બની છે અને રાની પશુઓ માનવભક્ષી બની રહ્યા છે ત્યારે મહુવાના પઢીયારકા ગામે વહેલી સવારે ૩:૦૦ થી ૩:૩૦ આસપાસ કુદરતી હાજતે ગયેલા ભાણાભાઈ ચીથરબાઈ બારૈયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધ પર રહેણાંકી વિસ્તારમા દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. આ અંગેની જાણ કલાકો બાદ પરિજનો થતા આ અંગેની જાણ વનવિભાગ ને કરી વૃદ્ધની લાશને પીએમ માટે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે વનવિભાગે આ બનાવના પગલે માનવભક્ષી બનેલા દીપડા ને ઝડપી પાડવા પાંજરું ગોઠવ્યું છે જ્યારે મૃતકના પરિવારની યોગ્ય વળતરની માંગ પણ કરી છે.જ્યારે પીએમ બાદ લાશની અંતિમવિધિ હાથ ધરવામાં આવી હતી જ્યારે આ હુમલાની ઘટના ને પગલે ગામમાં શોક છવાય ગયો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply