મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મોરબી જિલ્લા પંચાયત ભવનનું ઈ-લોકાર્પણ
Live TV
-
મોરબી જિલ્લા પંચાયતના ૨૭.૪૬ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવનિર્મિત નવા ભવન નું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના વરદ હસ્તે આજે તારીખ ૦૩ જૂનના ગુરુવારે ઈ-લોકાર્પણ વિધિ કરવા માં આવશે.
મોરબી શહેરના શોભેશ્વર રોડ પાસે સો ઓરડી નજીક જિલ્લા સેવાસદનના પ્રાંગણમાં નવનિર્મિત જિલ્લા પંચાયતના નવા ભવન ગુરુવાર, ૩જી જૂનના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવનાર છે.
મોરબી જિલ્લા પંચાયતના ૨૭.૪૬ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન નવનિર્મિત નવા ભવન નું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના વરદ હસ્તે આજે તારીખ ૦૩ જૂનના ગુરુવારે ઈ-લોકાર્પણ વિધિ કરવા માં આવશે.મોરબી વાસીઓ ની આતુરતા નો આવશે અંત,આજે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મોરબી વાસીઓ માટે વધુ એક ભેટ મોરબી વાસીઓની આતુરતાનો અંત. આજે . મુખ્યમંત્રી દ્વારા અદ્યતન મોરબી જિલ્લા પંચાયત ભવનનું કરાશે ઓનલાઈ ઈ-લોકાર્પણ. લોકાર્પણને લઇ છે
છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.કોરોના કાળમાં પણ રાજ્ય સરકારની વિકાસ યાત્રા વણથંભી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માં ગુજરાત રાજ્યના તમામ નવરચિત જિલ્લા ઓની જેમ મોરબી જિલ્લામાં પણ નવરચિત જિલ્લા પંચાયત ભવનના બાંધકામ માટે આશરે રૂ.૨૯.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવેલ. જેના સામે ૨૭.૪૬ કરોડ ના ખર્ચે મોરબી શહેર ખાતે જિલ્લા સેવા સદનના સંકુલમાં વિશાળ જગ્યામાં પાર્કીંગની સુવીધા ધરાવતું જિલ્લા પંચાયત મકાનનું તમામ જરૂરી સુવિધા સાથે નિર્માણ કરવામાં આવ્યું છે.
" કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષકની કચેરી એક જ કમ્પાઉન્ડમાં નિર્માણ થયેલ છે જેથી "મોરબી જિલ્લાની જનતાને એક જ સંકુલમાં સરકારની વિવિધ યોજનાના લાભો એક જ જગ્યાથી મળી રહે તેવો સરકારનો ઉમદા હેતુ સાર્થક બની રહેશે."
નવનિર્મિત જિલ્લા પંચાયત રૂ.૨૭.૪૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર + ૨ માળ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ, પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે ૧૧,૫૪૦.૦૦ ચો.મી. (૧,૨૪,૨૦૦.૦૦ ચો.ફુટ) નું બાંધકામ કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે ૬૫૦૦ ચો.ફુટ નો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે ૬૦ થી વધારે ફોર વ્હીલ તથા ૧૦૦ થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે.
નવનિર્મિત જિલ્લા પંચાયત માં ભોયતળીયે પ્રમુખ, ઉપપ્રમુખ તથા તમામ સમિતિના અધ્યક્ષ માટેની બેઠક વ્યવસ્થા તદ્દઉપરાંત કેન્ટીન, સભાખંડ, કોન્ફરન્સ રૂમ તેમજ નાગરીક સુવીધા કેન્દ્રની જોગવાઇ કરવામાં આવેલ છે.
જિલ્લા પંચાયત ભવનના પ્રથમ તથા બીજા માળમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ તથા લગત શાખાના કર્મચારીઓની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે. આ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ રૂમ, મિટીંગ હોલ વગેરે વ્યવસ્થા કરવામાં આવેલ છે.નવનિર્મિત જિલ્લા પંચાયતના બીજા માળે ધાત્રી બહેનો માટે અલગથી ઘોડીયાઘર (બેબી સીટીંગ તથા બેબી ફિડીંગ) ની સુવીધા કરવામાં આવેલ છે. નવનિર્મિત જિલ્લા પંચાયતના તમામ માળે પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, લેડીઝ તેમજ જેન્ટ્સ અલગ અલગ ટૉઇલેટ, દરેક એન્ટ્રી ગેઇટ પાસે જરૂર મુજબના રેમ્પ તથા પ્રજ્ઞાચક્ષુની સુવીધા માટે ટેક્ટાઇલ પાથની સુવીધા કરવામાં આવેલ છે.
નવનિર્મિત જિલ્લા પંચાયતના દરેક માળે કુલ મળીને ૮ લિફ્ટ તથા આપાત્તકાલીન સમય માટે ફાયર એક્ષ્ટેન્ગ્યુસરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મહત્વની બાબત એ છે કે એક જ જગ્યા એ જિલ્લા કલેકટર કચેરી,જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી કાર્યાન્વિત છે.ત્યારે એજ કમ્પાઉન્ડ માં અદ્યતન જિલ્લા પંચાયત કચેરી ના સમાવેશ થાય મોરબી જિલ્લા ના નાગરિકોને આ ત્રિવિધ અદ્યતન સંકુલ માં વિવિધ સરકારી કચેરીઓ અને કલેકટર,ડી.ડી.ઓ.પોલીસ અધિક્ષક સહિત વિવિધ અધિકારી ગણ અને સંલગ્ન વિભાગ નીં કચેરીઓ એક જ જગ્યા એ વિશાળ કમ્પાઉન્ડ માં કાર્યાન્વિત થતાં ખાસ કરીને અત્રે કચેરી મા કામે આવતા નાગરિકો ને જુદી જુદી જગ્યા ની જગ્યા એ જ એક જ સ્થળે ત્રિવિધ અદ્યતન સંકુલ માં વિવિધ સરકારી કચેરીઓ થી પોતાના કામ માં સમય,શક્તિ,શ્રમ અને આવવા જવા ના ખર્ચા ઓ માં રાહત સાથે સાનુકૂળતા રહેશે એમ જાણકારોનું માનવું છે.
